ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ ફોર આસિસ્ટ્ન્ટ પ્રોફેસર
[યુજીસી, નવી દિલ્હી દ્વારા માન્યતા પ્રાપ્ત]
ધ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા, વડોદરા.

ઓનલાઇન અરજી શી રીતે કરવી?

ઓનલાઇન અરજી ફોર્મ ભરવા અનિવાર્ય બે ફરજિયાત પગલાં

 • ઉમેદવારે ઓનલાઇન એપ્લિકેશન ફોર્મ ભરતાં પહેલાં અને જમા કરાવતા પહેલાં "શૈક્ષણિક લાયકાત" વિશેના નિયમો વાંચી લેવા જરૂરી છે અને ગુજરાત સ્ટેટ એલિજિબિલીટી ટેસ્ટના વેબસાઇટ પર મૂકેલ માહિતી પુસ્તિકા તથા દૈનિક વર્તમાનપત્રો(છાપાં) અને એમ્પ્લોયમેન્ટ ન્યુઝ વગેરેમાં પ્રકાશિત જાહેરાત / જાહેરનામા નો ધ્યાનપુર્વક અભ્યાસ કરવો.
 • પગલું ૧ - પરીક્ષા ફી ભરવી
 • ઉમેદવારે ફી ભરવા માટે GSET ની વેબસાઈટ :www.gujaratset.ac.in ની મુલાકાત લેવી. પરીક્ષા ફી તથા લાગુ પડતી પ્રોસેસિંગ ફી અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) નેટ બેન્કિંગ / ક્રેડિટ કાર્ડ / ડેબિટ કાર્ડ દ્વારા ચૂકવી શકાય છે.
 • ફી ચુકવણી માટે સ્ક્રીન પર આવતી સૂચનાઓને અનુસરો અને આવશ્યક પરીક્ષા ફી ની સફળતાપુર્વક ચુકવણી બાદ ફી ભાર્યાની પાવતીની પ્રિન્ટ લઇ લો.
 • પગલું-૨ માં GSET પરીક્ષા માટે ઓન લાઇન રજીસ્ટ્રેશન કરવા, ફી ભાર્યાની પાવતીમાં આપેલ Order Number અને Eazypay Transaction ID ની નોંધ લઇ લો અને સાચવીને રાખો.
 • પગલું ૨ - GSET પરીક્ષા માટે ઓનલાઇન ઉમેદવારી ની નોંધણી કરો
 • ઓનલાઇન એપ્લિકેશન કરતા પહેલાં ઉમેદવાર પાસે પોતાનો તાજેતરનો સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝ ફોટો JPEG ફોર્મેટમાં તથા 100kbથી ઓછી ફાઇલ સાઇઝમાં હોવો જોઇએ.
 • ઉમેદવાર GSET ની વેબસાઇટ : www.gujaratset.ac.in પર Order Number અને Eazypay Transaction ID થી પોતાના ખાતામાં "LOGIN" થયા બાદ "Step 2-Register Online for GSET" બટન ક્લિક કરી GSET પરીક્ષા માટે ઓનલાઇન અરજી ફોર્મ ભરી શકશે.
 • ઓનલાઇન અરજી ફોર્મ પર માગેલ બધી જ માહિતી ખાસ સાવચેતી રાખી ભરવી અને સંપૂર્ણ પ્રક્રિયા દરમ્યાન સ્ક્રિન પર આવતી માહિતીને અનુસરવૂં. તમારુ નામ, વિષય, કેન્દ્ર, કેટેગરી, શારીરિક અથવા દ્રષ્ટીની વિકલાંગતા, ફી, પોતાનો તાજેતર સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝ ફોટો કે જે JPEG ફોર્મેટમાં, 100 kb થી ઓછી ફાઇલ સાઇઝમાં વગેરે વિગતો અને અન્ય જરૂરી વિગતો ભરતી વખતે ખાસ સાવચેતી રાખો કારણકે એકવાર ફોર્મ જમા કરાવ્યા બાદ આ તમામ વિગતોમાં કોઇ સુધારો કરી શકાશે નહીં જેને કારણે થતા ગેરફાયદા માટે GSET Agency જવાબદાર રહેશે નહી.
 • આપનું રજીસ્ટ્રેશન સફળતાપૂર્વક થઇ ગયા બાદ, તમારી સમક્ષ રજુ થયેલ પેજ પરથી આપના ભરેલ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ની પ્રિન્ટઆઉટ માત્ર A-4 સાઇઝ ના પેપરમાં જ લેવી. ઉમેદવારે ભરેલ એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટઆઉટ ભવિષ્યના ઉપયોગ માટે પોતાની પાસે ફરજિયાત રાખવું.
 • GSET પરીક્ષા માટે આવશ્યક ફી ભરવી (પગલું - ૧ ) અને ઓનલાઇન રજીસ્ટ્રેશન (પગલું - ૨ ) બંને ફરજીયાત છે.
 • તકનીકી કારણોસર કે અન્ય કોઈ કારણોસર એપ્લિકેશન ફોર્મની પ્રિન્ટ કોપીમાં ઉમેદવાર નો અપલોડ કરેલો પાસપોર્ટ સાઇઝ ફોટો બરાબર ન દેખાય / છપાય, તો ઉમેદવારે તરત જ રજીસ્ટ્રેશન ની વિગતો સાથે પોતાનો તાજેતર સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝ ફોટો E - Mail : info@gujaratset.ac.in પર મોકલી આપવો
 • ઉમેદવારો એ બાબતની નોંધ લેવી કે GSETમાં ઉત્તીર્ણ થયા બાદ કોઈપણ પ્રમાણપત્ર / દસ્તાવેજ ગુજરાત સ્ટેટ એલિજીબીલિટી ટેસ્ટ , વડોદરા ખાતે મોકલવું નહીં.
 • નોંધ લેશો કે અરજીનું કન્ફર્મેશન મેળવવાની, હોલ ટિકીટ ડાઉનલોડ કરવાની અને બેઠક વ્યવસ્થા / પરીક્ષા સ્થળ વિષેની જાણકારી GSETની વેબસાઇટ પરથી નોંધી લેવાની જવાબદારી માત્ર ને માત્ર ઉમેદવારની પોતાની રહેશે. GSET એજન્સી આ બાબતે કોઈપણ રીતે જવાબદાર રહેશે નહી.
 • ઉમેદવારોને સૂચિત કરવામાં આવે છે કે છેલ્લા સમયે ઉતાવળે ફોર્મ ભરવાને બદલે વહેલાં અનુકૂળ સમયમાં ભરી દેવું. GSET નેટવર્ક કે અન્ય પ્રશ્નો માટે જવાબદાર રહેશે નહીં.